ગુજરાત એલર્ટ | આહવા
“ભારત સરકાર પુરુસ્કૃત “મહિલા અને બાળ વિકાસ વિભાગ, મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર આહવા ડાંગ, તા.9/9/2019 થી કાર્યરત છે જેમાં હિંસાથી પીડિત મહિલાઓને એકજ છત્ર હેઠળ કાયદાકીય સહાય, તબીબી સહાય, પોલીસ સહાય,કાઉન્સેલિંગ સહાય, હંગામી ધોરણે 5 દિવસનો આશ્રય આપવા આવે છે. જ્યાં તા.11/11/2023 ના રાત્રીના 7:26 વાગ્યે 181 મહિલા હેલ્પલાઈન ધ્વારા એક અજાણ મહિલાને સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. મહિલાને સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ ત્યારબાદ સેન્ટરના કર્મચારી ધ્વારા મહિલાનુ કાઉન્સેલિંગ કરતા મહિલા પોતાનું નામ કે ગામ કે કોઈ અન્ય માહિતી આપેલ નહીં, જેથી સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી ધ્વારા મહિલાના વાલી વારસદારની શોધખોળ માટે આહવા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. તા.12 /11/2023 ના રોજ મહિલાનુ કાઉન્સેલિંગ કરતા મહિલાની માનસિક સ્થિતિ સારી ના જણાતા અને મહિલાની તબિયત સારી ના લાગતા સેન્ટરના કર્મચારી ધ્વારા 108 એમ્બ્યુલન્સ દ્વારા મહિલાને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવેલ અને ત્યાં મહિલાને દાખલ કરવામાં આવેલ, મહિલાને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ અને પોલીસસ્ટેશનના કોન્સ્ટેબલની દેખરેખ હેઠળ સારવાર અપાવેલ, ત્યાર બાદ તા.15/11/2023 મહિલાને સારવાર અપાવ્યા બાદ મહિલાને સેન્ટર ખાતે લાવવામાં આવેલ અને મહિલાના વાલી વારસદારની શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. મહિલાનું કાઉન્સેલિંગ કરતા બોરપાડા ગામ જણાવેલ સેન્ટરના કર્મચારી દ્વવારા વઘઈ તાલુકાના બોરપાડા ગામના સરપંચ અને સભ્યને કોન્ટેકટ કરીને વાલી વારસદારની તપાસ કરાવતા મહિલાના કોઈ વાલી વારસદાર મળેલ નહીં. જે બાદ તા.21/11/2023 ના રોજ 181 મહિલા હેલ્પલાઈન દ્વવારા અને આહવા તાલુકાના સરપંચ અને ઉપસરપંચની મદદથી મહિલાને વઘઈ તાલુકાના શિવારીમાળ નિરાધાર મંદબુદ્ધિ માનવ સેવા ટ્રસ્ટ ખાતે મહિલાને આશ્રય અપાવતાં રાહત થઇ હતી.