ધરમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના એગ્રો ઈનપુટ સેન્ટરનું જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે ઉદઘાટન કરાયુ

ગુજરાત એલર્ટ | વલસાડ
નાબાર્ડ અને ઇફ્કો કિસાન કંપનીના સહયોગથી ભારત સરકારની ૧૦,૦૦૦ FPO (ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) યોજના અંતર્ગત બનેલી ધરમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લી.ના એગ્રો-ઈનપુટ સેન્ટરનું ઉદ્ઘાટન ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે કરવામાં આવ્યું હતું. ધરમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની દ્વારા ખેડૂતોને સસ્તા ભાવે દવા, ખાતર બિયારણ પૂરું પાડવામાં આવશે.

વલસાડ જિલ્લા કલેકટરશ્રીએ FPO બનાવવાના ફાયદા, સરકાર તરફથી મળતા લાભો અને એફપીઓ દ્વારા ખેડૂતો કેવી રીતે મૂલ્યવર્ધન કરીને સારા ભાવ મેળવી શકે તેની માહિતી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણભાઈ ગરાસીયા દ્વારા FPOને ખેતીવાડી ખાતા દ્વારા મળતા લાભ વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. નાબાર્ડના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ મેનેજર ગૌરવ કુમાર દ્વારા FPOને નાબાર્ડ અને ભારત સરકાર દ્વારા મળતા લાભની જાણકારી આપી હતી. ઇફકો કિસાન સુવિધા લિ. કંપનીના દેવેન્દ્રભાઈ શર્મા દ્વારા ધરમપુર ફાર્મર્સ કંપની દ્વારા થયેલી કામગીરી અને અગાઉના સમયમાં થનાર કામગીરી વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે ધરમપુરના પ્રાંત અધિકારી અમિત એચ. ચૌધરી, આત્મા વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.એન.પટેલ, ધરમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના ચેરમેન કિશોરભાઇ જાદવ અને બોર્ડ ઓફ ડિરેકટર ગમનભાઈ, રાજેશભાઈ, તરુણભાઈ, મહેશભાઈ, મહેન્દ્રભાઈ, ગણેશભાઈ, સંજયભાઈ, સુરેશભાઈ, વીણાબેન અને પંકજભાઈ ભોયા અને ધરમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના CEO અક્ષયભાઈ અને એકાઉન્ટન્ટ વૈશાલીબેન તથા ૧૫૦ થી વધુ સભાસદો હાજર રહ્યા હતા.


સ્વાગત પ્રવચન બોર્ડ ઓફ ડિરેક્ટર તરુણભાઈ પટેલે અને આભારવિધિ ધરમપુર ફાર્મર્સ કંપનીના ઉપપ્રમુખ ગમનભાઈ રાઉતે કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!