ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એન્જસી દ્વારા પારડીના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિ સખી અને પશુ સખી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DRDAના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
જિલ્લા વેટનરી ડોકટર દ્વારા પશુપાલનની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ કાર્યરત (ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન) DHEW ના જિલ્લા મિશન કોર્ડીનેટર દ્વારા, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના, બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત- વ્હાલી દિકરી યોજનાં, સખી વન સ્ટોપ સેન્ટર, વગેરે વિવિઘ મહિલાલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વધુમાં વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કઢાવવા માટેની માહિતી આપવામાં આવી છે. સેમિનારમાં પારડી તાલુકાની વિવિધ ગામની ૪૪ જેટલી બહેનો હાજર રહી હતી. જિલ્લા વેટનરી ડોકટર, DRDA કચેરી TLM તેમજ અન્ય કર્મચારીઓ અને DHEW (ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન)ના કર્મચારી હાજર રહ્યા હતા.