વલસાડ
વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામે વાંકી નદી કિનારે આવેલી ખેડૂતની ખાનગી જમીનમાંથી માટી ચોરી કરવાના પ્રકરણમાં કલેક્ટરે તપાસ કરવાના આદેશ આપ્યા બાદ ખાન ખનીજ અધિકારીએ ખેડૂત તથા માંટી ખોદનાર ખનીજ માફિયાને ૧૨ લાખનો દંડ ફટકારતા ભારે ફટફલાટ ફેલાઈ ગયો છે
વલસાડ તાલુકાના પારનેરા પારડી ગામે હાઈવે પર આવેલી વાંચી નદી કિનારે એક ખેડૂતની 50 વિઘા થી વધુ ખાનગી જમીન આવેલી છે. આ જમીનમાંથી બદલાવના મિતેશ પટેલ નામના ભૂમાફિયા ત્રણેક મહિના અગાઉ રોયલ્ટી ભર્યા વગર મોટા પ્રમાણમાં ખોદકામ કરી માટી ચોરી કરી લઇ ગયો હોવાની જાણ વલસાડ ખાણ ખનીજ વિભાગની ટીમે થઈ હતી. જે આધારે વલસાડ ખાણ કરીને ટીમે છાપો માર્યો હતો. છાપો મારતા વિભાગની ટીમે નિરીક્ષણ કરતા એક લાખથી વધુ મેટ્રિક ટન માટી ખોદાઈ ગઈ હોય આ પ્રકરણમાં મિતેશ પટેલ રહે. નંદાવલા વલસાડ તથા ખેડુત જમીન માલિક છીબુ ભાઈ મગનભાઈ નાયકા રહે.પાનેરા પારડી ને આશરે 5000 મેટ્રિક ટન માટી નો અંદાજે 12 લાખ જેટલો દંડ ફટકારી સંતોષ માન્યો હતો. જ્યારે આ માટી ખોદનાર સામે કલેક્ટર જાતે તપાસ ખાન ખનીજ ને સોંપી હતી જેમાં મિતેશ પટેલ ને એક કરોડ દંડ થવાનો હોવાનું જાણવા મળ્યું હતું પણ ખનીજ અધિકારીએ ખાલી રૂપિયા ૧૨ લાખનો દંડ ફટકારીને સંતોષ માન્યો હતો જ્યારે મિતેશ પટેલ ને અગાઉ ભૂતકાળમાં રોયલ્ટી વગર ખોદકામ કરવામાં લાખોનો દંડ ફટકાર્યો છે