આહવા 108 એમ્બ્યુલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી

ગુજરાત એલર્ટ । આહવા
ડાંગ જિલ્લામાં કાર્યરત આહવા-1 108 એમ્બ્યુલન્સને ડીલેવરીનો કેસ સિવિલ હોસ્પિટલ આહવાથી વલસાડ સિવિલ હોસ્પિટલનો રિફર કેસ મળ્યો હતો. આહવા એમ્બ્યુલન્સ સમયસર સિવિલ હોસ્પિટલ વલસાડ માટે રવાના થઈ હતી તે દરમિયાન ચીખલી બામણવેલ પાટિયા પાસે 09:30 કલાકે કેળ ગામનાં રવિનાબેન સમાધાનભાઈ સેવરે(ઉંમર 20 વર્ષ)ને ડીલેવરીનો દુખાવો ઉપાડતા ઇએમટી સુનિલભાઈ કુંવર અને પાયલોટ સમીરભાઈ કે. સૈયદ એમની એમ્બ્યુલન્સ રસ્તાની સાઈડ ઉપર ઉભી રાખી રવિનાબેનને એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડીલેવરી કરાવી હતી. માતા અને બાળકને જીવનો જોખમ હોવાથી સિવિલ હોસ્પિટલ વલસાડ રિફર કરાયા હતા. એ દરમિયાન ચીખલી બામણવેલ પાટિયા પાસે એમ્બ્યુલન્સ સાઈડ ઉપર ઉભી રાખી સફળતાપૂર્વક માતા અને બાળકને જીવના જોખમથી બચાવ્યો હતો. વધુ સારવાર માટે નજીકની સીએચસી ચીખલીમાં દાખલ કર્યા હતા. એમના પરિવારે 108 ટીમના ઇએમટી અને પાયલોટનો આભાર માન્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!