ગુજરાત એલર્ટ । ખેરગામ
ધરમપુર તાલુકાના નગારીયા મુકામે શીતળ છાંયડો લાઇબ્રેરી -ગુડ બાયધામ-દ્વારા શાળાના વિદ્યાર્થીઓ રજાઓ દરમિયાન એમનામાં રહેલી કલ્પના શક્તિ દ્વારા કંઇક રચનાત્મક, સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરે એ માટે એક ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેનું ઉદ્દઘાટન જયેશભાઈ પટેલ ,સુભાષ બારોટના હસ્તે કરવામાં આવ્યું હતું.
શીતળ છાંયડો લાઇબ્રેરી નગરિયા કે જે લાઇબ્રેરી ૨૪ કલાક ચાલુ રહે છે. જ્યાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે આવે છે જેમને તમામ પ્રકારની સુવિધા જયંતિભાઈ પટેલ (ગુડબાય ધામ) દ્વારા પૂરી પાડવામાં આવે છે.
વેકેશન માણતા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિ, કલ્પના શક્તિને બહાર લાવવા માટે, વિદ્યાર્થીઓને લાઇબ્રેરી તરફ અભિમુખ કરવા માટે ચિત્રકામ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 1 થી 8 સુધીના 21 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ સુંદર ચિત્રો દોર્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિધાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. તમામ સ્પર્ધકોને જયંતિભાઈ પટેલ તરફથી નાસ્તો તથા આઈસ્ક્રીમ આપવામાં આવી હતી.
સ્પર્ધાને સફળ બનાવવા માટે તરુણભાઈ પટેલ (શિક્ષક) તથા જયંતિભાઈ પટેલે સુંદર આયોજન કર્યું હતું.