વડોદરાના એકિટવિસ્ટનો ધડાકોઃ પેગાસસ કે અન્ય સોફટવેર થકી મારા મોબાઈલ ફોનની જાસૂસીઃ ડીજીપી-પૂર્વ ગૃહસચિવની ધરપકડની માંગ

સરકારની જાણ બહાર ૪૦૦ ઉપરાંત ફોન ઈન્ટરસેપ્ટ કરાયાઃ દસ્તાવેજી પુરાવા સાથે મુખ્યમંત્રીને કરી ફરીયાદ : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ઉચ્ચ અધિકારીઓ સામે કરાયા આક્ષેપોઃ તપાસ સમિતિ નીમવાની પણ માંગણી

વડોદરા :. વડોદરાના એક જાગૃત નાગરીકે મુખ્યમંત્રીને એક લેખીતમાં ફરીયાદ કરી છે કે રાજ્યના પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ પેગાસસ સોફટવેરનો ગેરકાયદે ઉપયોગ કરી જાસૂસી કરી એકબીજાને મદદગારી કરી હોવાથી એમની સામે ગુન્હો નોંધી ધરપકડ કરી અને તપાસ સમિતિ રચવા માંગણી કરી છે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર પૂર્વ અને અધિક ગૃહસચિવ અને ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમણે ફરીયાદમાં કહ્યુ છે કે સરકારની જાણ બહાર ૪૦૦ ઉપરાંત ફોન ઈન્ટરસેપ્ટ કરાયા છે.
તેમણે કરેલી ફરીયાદને તાકીને આજનો ગુજરાત ટુડેનો અહેવાલ જણાવે છે કે વડોદરાના વિપુલ રામજી પટેલે સજ્જડ પુરાવાઓ રજૂ કરી જાસૂસી નેટવર્ક ચલાવવા બદલે ઉચ્ચ અધિકારીઓ સામે ગુન્હો નોંધી તેમની ધરપકડ કરવા અને હાઈલેવલ તપાસ સમિતિ રચવાની માંગણી કરી છે. તેમણે ફરીયાદમાં જુદા જુદા ૨૦ જેટલા સત્તાવાર પુરાવાઓ જેમા ઉચ્ચ અધિકારીઓના હસ્તાક્ષર સહિતના પત્રોની સર્ટીફાઈડ નકલો પણ જોડી છે.તેમણે ફરીયાદમાં જણાવ્યુ છે કે હાલના રાજ્યના પોલીસવડા અને એ સમયે એસીબીના વડા પહેલા આશિષ ભાટીયાએ તેમના કાર્યકાળ દરમિયાન પેગાસસ કે અન્ય સોફટવેરનો ગેરકાયદે ઉપયોગ કરી મારા અંગત અને અન્યોના મોબાઈલ ફોનની જાસૂસી કરવામાં આવી છે. તેઓ કહે છે કે એસીબી સહિત કોઈપણને જાસૂસી કરવાની કોઈ સત્તા નથી.
રાજ્યના ગૃહ વિભાગે પણ કાયદેસરના ડિજિટલ વોઈસ લોગર સહિતના ઉપકરણો તેમજ તાલીમબદ્ધ સ્ટાફ એસીબીને ફાળવેલ નહી હોવાનું સ્વીકાર્યુ છે. આમ પણ કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર અને ડિપાર્ટમેન્ટ ઓફટેલિકોમ્યુનિકેશન દ્વારા ઈન્ડિયનટેલિગ્રાફ એક્ટ ૧૮૮૫ના રૂલ્સ૪૧૯-એ, ૧૯૫૧ હેઠળ ફોનટેપિંગ કરવા કોલ ડિટેઈલ રેકોર્ડ અધિકારીઓએ એકબીજાનેસાથસહકાર આપી આવાગેરકાયદેસર અને ગંભીર ગુનાહિતકૃત્યમાં એકબીજાને મદદગારી કરી લેખિત રજૂઆતમાં વિપુલ પટેલે જણાવ્યું છે. મોટું જાસૂસી નેટવર્ક ચલાવવા બાબતે કરેલી રજૂઆતમાં ફોન ટેપિંગ અંગે કરવામાં આવેલા સંખ્યાબદ્ધ પત્રવ્યવહાર અંગે ખુદ ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ પત્રોમાં જણાવ્યું છે.આરટીઆઈના જવાબમાં પણઈન્ટરસેપ્સન!ે લગતી ગુપ્તમાહિતી હોવાથી આપી શકાય નહીંતેમ જણાવાયું છે. જેથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે, માત્ર ૨૦૧૫થી૨૦૧૬ના એક વર્ષના ગાળામાં જ૪૦૦થી વધુ પત્રવ્યવહારો ગેરકાયદેસર રીત ફોન ટેપિંગકામગીરીના સંદર્ભે કરાયા છે. એકતરફ રાજ્યનું ગૃહ વિભાગ કહે છેકે, એસીબી પાસે ડિજિટલ વોઇસલોગરના ઉપકરણો નથી, તાલીમબદ્ધ સ્ટાફ નથી, તો આ કોલઈન્ટરસેપ્ટ અને સીડીઆર પેગાસસ સોફટવરથી થયા હોવાની શંકાઅરજદારે રજૂઆતમાં દર્શાવી છે.એક બાબત સ્પષ્ટ રીતે સમજવીજરૂરી છે કે ટાર્ગેટ મોબાઈલ નંબરનેઅન્ય સીમકાર્ડ નંબર ઉપર ડાયવર્ટ કરવાથી માત્ર વાર્તાલાપ સાંભળી શકાય છે, પરંતુ આ વાર્તાલાપને પ્રિન્ટેડ સ્ક્રીપ્ટમાં ફેરવવા,ઈનકમિગ-આઉટગાઈંગ, નેટવકએરિયા લોકેશન, રજિસ્ટર્ડ ઓવનરઓફ સીમકાર્ડ સામસામે વાતકરનારના સીમકાર્ડના નોંધાયેલા માલિક જેવી વિગતો નિર્ધારિત ફોર્મેટમાં ગોઠવવા ખાસસોફટવેરની જરૂરિયાત રહે છે અનેએકથી વધુ અલગ અલગ હોદ્દા અનેતાલીમવાળા કર્મચારીઓની હાજરી સતત ર૪ કલાક જરૂરી છે. ત્યારે આ સંજોગોમાં ગુજરાતએસીબીએ પેગાસસ સોફ્ટવેરનોઉપયોગ કર્યો હોવાની શંકા પણ રજૂઆતમાં દશાંવી છે. આમઅનુક્રમ નંબર ૧ થી ૨૦ દર્શિત પત્ર વ્યવહારોની સર્ટિફાઈડ નકલોજોતાં અને ઉચ્ચ અધિકારીઓ નં.૮ જેમાં બે ટેલિફોનિક સંસ્થાઓ પણ સામેલ છે. એમને ભેગા મળી ગેરકાયદેસર રીતે મોટું જાસૂસી નેટવક ચલાવ્યું છે, તેથી આબાબતે સરકારી અધિકારીઓ દ્વારા લંબાણપૂર્વક તપાસના કોઈ નાટકો કરવામાં ન આવે અને તાત્કાલિક અસરથી અનુક્રમ નં.૧ થી ૮અધિકારીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવે, તેમજ એસીબીદ્વારા કયા ઉદ્દેશથી રાજ્ય સરકારને અંધારામાં રાખી આ જાસૂસી કાંડ ચલાવતું હતું અને પેગાસસનો ઉપયોગ ક્યારથી કરાતો હતો તેની માહિતી બહારલાવવા વિપુલ પટેલે માંગણી કરીછે. ફોન ટેપિંગના સાધનો અનેસોફ્ટવેર ખરીદવા ફન્ડિંગ કોણેકર્યું તે અંગે તપાસ કરવા પણતેમણે માગણી કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં આ ફરિયાદ મળતાંઅધિક મુખ્ય સચિવ, ગૃહવિભાગને નિયમોનુસાર કાર્યવાહીકરવા સૂચના આપવામાં આવી છે

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!