બહેજ પ્રા. શાળાની જિલ્લા કક્ષાના રમતોત્સવમાં સિધ્ધિઓ: લાંબી કૂદમા પ્રેઝી આહીર જિલ્લામાં પ્રથમ

ગુજરાત એલર્ટ | ખેરગામ
નવસારીની મદ્રેસા હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાએ યોજાયેલ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં બહેજ પ્રાથમિક શાળાના તમામ રમતવીરોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે.
લાંબી કૂદમાં પ્રેઝી ધનસુખભાઈ આહિરે પ્રથમ ક્રમાંક અને ૨૦૦ મીટર દોડમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, ઊંચીકૂદમાં ઉર્વીએ બીજો, શિવમ તથા નીતિ આહિર તૃતીય ક્રમાંકે, ૬૦૦ મીટર દોડમાં મેહુલે તૃતીય ક્રમાંકે, ૪૦૦ મીટર દોડમાં સલોની તૃતીય ક્રમાંકે, ચક્રફેકમાં – દ્વિતીય ક્રમાંકે નિધિ નિલેશ માહલા, તૃતીય ક્રમાંકે નીરજા જ્યારે ત્રિપલ જંપમાં ગંગેશ્વરી મહેશભાઈ માહલા ત્રીજા ક્રમાંકે આવી શાળાનું નામ રોશન કર્યું છે. આ ખેલાડીઓ તૈયાર કરવા તેમજ તેમને પ્રોત્સાહિત કરી આગળ વધવા માટે શાળાનાં શિક્ષકો પ્રવીણભાઈ-ચંપકભાઈ વિ. જે પણ રાષ્ટ્રીય કક્ષાના ખેલાડી -સ્પર્ધક છે,નો સિંહફાળો રહ્યો છે. જેના લીધે અવર નવર સ્પર્ધામાં બહેજ પ્રાથમિક શાળા ચમકે છે.
લાંબીકૂદ વિજેતા પ્રેઝી ધનસુખભાઈ આહિર હવે પછી રાજ્ય કક્ષાએ ભાગ લેશે. આચાર્ય અલ્પેશ પટેલ,શાળા પરિવાર, માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ,ગામના આગેવાનો વિ. સ્પર્ધક સૌ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!