ગુજરાત એલર્ટ | ધરમપુર
શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે આગામી તારીખ 12 જાન્યુઆરી અને રવિવારના દિને વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતી(રાષ્ટ્રીય યુવાદિન) નિમિત્તે સવારે 8.00 કલાકે યુવા રેલી અને બાદ યુવા સંમેલનનું આયોજન હાથ ધરાયુ છે. જેમાં ધરમપુર નગરના અને તાલુકાની વિવિધ શાળા અને મહાશાળાના 2000 જેટલા વિદ્યાર્થીમિત્રો ભાગ લેશે.
રવિવારે સવારે 8.00 કલાકે સ્વામી વિવેકાનંદ સ્મારક સમડીચોક સ્થિત વિવેકાનંદજીની પ્રતિમા ખાતે નગરજનો અને શાળા પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેશે બાદ આયોજિત યુવા રેલીમાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાશે યુવારેલી નગરના સમડીચોક થઈ પ્રભુ ફળીયા, મોટાબજાર, ટાવર, ગાંધીબાગ, દશોન્દી ફળીયા, ડોક્ટર હેડગેવાર ચોક, ગાર્ડન રોડ, ડેપો, થઈ અંતે લક્ષ્મીનારાયણ મંદિર ખાતે સંપન્ન થશે. 10.00 કલાકે લક્ષ્મી નારાયણ મંદિર ખાતે આયોજિત યુવા સંમેલનમાં શ્રી રામકૃષ્ણ આશ્રમના સ્વામી ગુણેશાનંદજી મહારાજ, સુરતના કર્મઠ ઉદ્યોગપતિ શ્રી કેશુભાઈ ગોટી તથા ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર અને લેખક જયભાઈ વશી(ગણદેવી) વિદ્યાર્થીઓને વિવેકાનંદજીના જીવન-કવન આધારિત સંબોધન કરશે, અંતમાં યુવા વિધાર્થીઓના તમામ પ્રશ્નો માટે વિશેષ પ્રશ્નોતરી કાર્યક્રમ પણ યોજાશે.