વલસાડનાં પૂરમાં બીજાને બચાવવામાં તરિયાવાડના યુવાને જીવ ગુમાવ્યો

વલસાડવાસીઓ માટે ભારે તારાજી સર્જનારા પુરે યુવાનનો ભોગ લીધો હતો. તરિયવાડમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોનું સ્થળાંતર કરવામાં મદદ કરનારો 35 વર્ષીય સ્થાનિક યુવાન તણાઈ જતા તેનું મોત નીપજયું હતું.

 વલસાડથી પસાર થતી ઔરંગા નદીમાં રેલ આવતા શહેરના નીચાણ વાળા વિસ્તાર એવા તરીયાવાડ, કાશ્મીરનગર , વલસાડ પારડી સહિત અન્ય વિસ્તારોમાં પૂરના પાણી ઘરોમાં  ફરી  વળ્યા હતા. જેના કારણે સ્થાનિક રહીશોને સ્થળાંતર કરવા માટે વિસ્તારના યુવાનો,  એનડીઆરએફની ટીમ વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડ અન્ય સ્વયંસેવકો સેવાકીય કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન વલસાડ શહેરના સતી માતા મંદિર પાસે રહેતો ચેતન પટેલ (ઉંમર વર્ષ- 35) વહેલી સવારથી  પાણી ભરાયેલા ઘરવાળા તેમજ આજુબાજુ વાળાની મદદ  કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ ચેતન પટેલ પાણીમાં તણાઈગયો હતો. શોધખોળ બાદ  ચેતનનો મૃતદેહ  ઝાડીમાં ફસાયેલી હાલમાં મળી આવ્યો હતો. બીજાની મદદ કરવામાં ચેતન પટેલની મોત નિપજતાં આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Share this post

error: Gujarat Alert Content is protected !!