વાપી
વાપીના ચલા વિસ્તારમા બેન બનેવી સાથે રહેતા ૩૫ વર્ષીય રાજસ્થાની યુવાનને કોઈ અગમ્ય કારણોસર ધોળા દિવસે વાપીમાં તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને હત્યા કરી હુમલાખોરો ભાગી છૂટયા હતા જેને લઇને વાપી પોલીસ દોડતી થઇ ગઇ હતી જે અંગેની ફરિયાદ નોંધાય છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીના ચલા વિસ્તારમાં બેન બનેવી સાથે છેલ્લા ચાર વરસથી રહેતો મુળ રાજસ્થાનો યુવક અમરસિંહ ડામોર વાપીમાં રહીને છૂટક મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે તેમની પત્ની રાજસ્થાનમાં ત્રણ પુત્ર સાથે રહે છે આજરોજ સવારે અમરસિંહ મજૂરી કરવા માટે નીકળી ગયો હતો ત્યારે વાપી ચલા કસ્ટમ રોડ ઉપર ખુલ્લા મેદાનમાં કોઈ અજાણ્યા ઈસમોએ અચાનક અમરસિહ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જેમાં અમરસિંહ નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું લાશને ત્યાંજ મૂકીને થોડા કલાકો બાદ અવાર જવર કરતા સ્થાનીક લોકોનું ધ્યાન જતા તાત્કાલિક વાપી ટાઉન પોલીસને લાશ હોવા અંગે જાણ કરી હતી. જેથી પોલીસે ટીમ ઘટનાસ્થળે પહોંચીને લાશનો કબજો લઈ આજૂબાજૂના વિસ્તારમાં દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કરીને તપાસ હાથ ધરી હતી છે