ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ તાલુકાના પાટી ગામના હનુમાન ફળિયા ખાતે રહેતા 36 વર્ષીય ઉદયપટેલ તેમની પત્ની ઉપર વહેમ રાખી 15 એપ્રિલના રોજ ઝઘડો કરી ગુસ્સામાં આવી જઈ ઘરની બહાર રાખેલ મસાલા નામની કચરું મારવાની દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામના પાટી હનુમાન ફળિયામાં રહેતી કિર્તીબેન ઉદયભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું અનુસાર તેના પતિ ઉદયભાઇ પટેલે 15 એપ્રિલના રોજ સવારે 10:00 વાગ્યાના અરસામાં તેના ઉપર વહેમ રાખી ઝઘડો કરી ગુસ્સામાં આવી જઈ ઘરની બહાર રાખેલ મસાલા નામની કચરું મારવાની દવા પી લેતા તેમને પ્રાથમિક સારવાર ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે આપ્યા બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઉદયભાઈ પટેલનું મોત નિપજ્યું હતું.પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ગુણવંતભાઈએ હાથ ધરી હતી.