ગુજરાત એલર્ટ । વાપી
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ ૪ માર્ચ ૨૦૨૪ સોમવારના રોજ IQAC હેઠળ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગ વેલનેસ ઇન્સટ્રકટર શ્રીમતી ભાવના રાણા ના માધ્યમથી યોગ સંવાદ યોજાયો હતો. આ યોગ સંવાદ પરમ પુજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજીના માર્ગદર્શનથી, દક્ષિણ ગુજરાત ઝોન, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર શ્રીમતી. પ્રિતી પાંડે એ “આરોગ્ય, સંપત્તિ અને સુખ” ના વિષય ઉપર યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્મસી કોલેજના આચાર્યશ્રી, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ કેમ્પસ એકેડેમી ડીરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડેના માર્ગદર્શન અને આસીસ્ટન્ટ પ્રો.હર્ષ લાડના નેતૃત્વ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના શુભારંભમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજીએ યોગ વિશે જણાવ્યું કે યોગથી શરીરના રોગનું નિદાન, ઉત્તમ જીવનશૈલી, શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સુખ, અને અષ્ટાંગયોગ દ્વારા જીવનમાં સફળતા અને શાંતિ સરળતાથી પ્રાપ્ત થાય છે. આજે સમગ્ર વિશ્વ યોગ તરફ આકર્ષાયું છે અને યોગને અપનાવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત ઝોન, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર શ્રીમતી. પ્રિતી પાંડેએ વિદ્યાર્થીઓને યોગ દ્વારા શરીરને સ્વસ્થ કેવી રીતે રાખવું, કયો ખોરાક લેવો, શરીરમાં થતા રોગો વાત, પિત્ત, કફ, રક્તચાપ, એક્યુપ્રેશર, આહાર વિહાર વિશે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. તદુપરાંત પરીક્ષાના સ્ટ્રેસથી કેવી રીતે દુર રેહવું તેના વિશે પણ વિદ્યાર્થીઓ સમક્ષ સરળ ભાષામાં માહિતી આપી હતી. આ ઉપરાંત ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગ વેલનેસ ઇન્સટ્રકટર શ્રીમતી ભાવના રાણાએ પણ યોગાસનો અને પ્રાણાયામ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમનું સમાપન કોલેજના આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે દ્વારા આભારવિધિ સાથે રાષ્ટ્રગાનથી થઈ હતી. આ કાર્યક્રમમાં યોગ કોચ માયા ઘોડ્ગે, શિતલ ત્રીગોરા અને પ્રિતી વૈષ્ણવ, યોગ ટ્રેનર નિર્મલાબેન તેમજ રશ્મિનભાઈ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.
જે બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે, શિક્ષકો અને તમામ સ્ટાફે અભાર માન્યો.
સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “આરોગ્ય, સંપત્તિ અને સુખ”ના વિષય ઉપર યોગ સંવાદ યોજાયો હતો.
