ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામ ઝંડાચોક પાસે શ્રી જલારામ જવેલર્સમાં હેતલકુમારી સંજયભાઈ પટેલ(વાસીઆતળાવ-કોઠાર ફ. વાંસદા)એ ડેપ્યુટી કલેકટરની ઓળખાણ આપી ૬.૬૩ લાખથી વધુના સોના ચાંદીના દાગીના તા.૨૩/૩ એ ખરીદી ચેક આપી ચેક તા.૩૦/૩ એ પરત થતા ઠગાઈ કરી હોવાની ખેરગામ પોલીસ મથકે માલિક અલ્પેશભાઈ ઈશ્વરભાઈ પારેખએ તા. ૨૭/૪ એ સેક્સન ૪૨૦ અને ૧૭૦ હેઠળ એકાદ માસ પછી ફરિયાદ નોંધાવી છે.
આરોપી હેતલકુમારીએ સુરત સલાબતપુરા ખાતે પણ ચામુંડા જવેલર્સને ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળેલ છે. ચેક રીટર્ન થતા તેના તમામ મોબાઇલ સ્વીચ ઓફ બોલે છે.
સીસીટીવીમાં તા. 23 માર્ચે બે વાગ્યાની આસપાસની આ ઘટના રેકોર્ડ થયેલી છે. જેમાં અલ્પેશની પત્ની ગીતા બિલ બનાવે છે ત્યાં મહિલા ચેકબુક સાથે નજરે પડે છે.
ચેકની આપ લે દ્વારા મોટેભાગના વેપારી હવે ધંધો કરતા નથી. અલ્પેશે પણ પોતાના જૂના ગ્રાહક તોરણવેરા ડુંગરી ફ.ના ઝીણાભાઈ દલુ ગાંવિત ની સાથે ટેલિફોનિક વાતચીત કરી હેતલ કુમારી ના સંપર્ક અને વિશ્વાસ બેસતા ચેકથી દાગીના આપ્યા હતા. અલ્પેશે પણ સ્ટેટ બેંકમાં ચેક આધારે ખાતામાં સિલકની તપાસણી કરી હતી. જે અપર્યાપ્ત હોવાની જાણ હેતલકુમારીને કરતા તેણીએ 30 તારીખે ચેક એન્કેસ થઈ જવાની ખાતરી આપી હતી. પણ ત્રણ ચાર દિવસ પછી ચેક રિટર્ન થયાની જાણ થતાં જ તેમને ઠગાયાનો આંચકો લાગ્યો હતો.