વલસાડના અટકપારડીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત

ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક જનહિતકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક લોકો સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ તાલુકાના અટકપારડી ગામ ખાતે આવી પહોંચી હતી.

આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ૮૨ લોકોએ આરોગ્યલક્ષી તપાસ કરાવી હતી. જેમાં ટીબીની ૨ અને ૨૦ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલાકાર મળી લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે નવા ૭૨ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાવી હતી તેમજ ૧૨ કાર્ડનું સ્થા ઉપર જ વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે ગ્રામજનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. વિવિધ યોજનાઓના પાંચ લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની હેઠળ સરકારની યોજનાના લાભ બાદ જીવન ધોરણમાં આવેલા સુખદ પરિવર્તન અંગે લોકો સમક્ષ પોતાના અનુભવ જણાવતી સાફલ્ય ગાથા રજૂ કરી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!