વલસાડના સુરવાડા અને મગોદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત

ગુજરાત એલર્ટ । વલસાડ
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક જનહિતકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક લોકો સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ તાલુકાના સુરવાડા અને મગોદ ગામ ખાતે આવી પહોંચી હતી જેમાં ૪૧૫ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લાભાર્થીઓ માટે સરકારની મહત્વપૂર્ણ ગણાતી ૧૭ યોજનાઓ પૈકી આરોગ્યલક્ષી યોજનાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, વીજ યોજના, પી.એમ.સ્વ નિધિ યોજના સહિતના ૧૦ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા.
આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં ૨૫૦ લોકોએ આરોગ્યલક્ષી તપાસ કરાવી હતી. જેમાં ટીબીની ૪ અને ૨૨ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. ગામનું નામ રોશન કરનાર મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. કુલ ૫૮ નવા આયુષ્યમાન કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાયું હતું તેમજ ૮ લાભાર્થીઓને કાર્ડનું સ્થળ ઉપર જ વિતરણ કરવામં આવ્યું હતું. આ પ્રંસગે નવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો હતો.

વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગે ગ્રામજનોએ સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. વિવિધ યોજનાઓના આઠ લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની હેઠળ સરકારની યોજનાના લાભ બાદ જીવન ધોરણમાં આવેલા સુખદ પરિવર્તન અંગે લોકો સમક્ષ પોતાના અનુભવ જણાવતી સાફલ્ય ગાથા રજૂ કરી હતી.

શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય સુનિતાબેન હળપતિ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!