ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી -વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, વલસાડ ટર્ન આઊટ ઈમ્પ્લિટેશન પ્લાનના નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને વલસાડ જિલ્લાના સ્વિપ નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.બી.વસાવાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંતર્ગત આજ રોજ શનિવારે વલસાડ તાલુકાના કાંજણહરી ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રસંજિત કૌર (આઇએએસ)ના અધ્યક્ષ સ્થાને ૯૦ જેટલી મહિલાઓની ઉપસ્થિતિમાં ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે તેમણે લોકશાહીમાં મહિલાની સહભાગી વધે તે માટે મહિલાઓને ચોક્કસ મતદાન કરવા અપીલ કરી હતી.
સ્વીપ નોડલ અધિકારી ડી.બી.વસાવા, ચૂંટણી મામલતદાર તૃપ્તિબેન પટેલ, બીઆરસી કો-ઓર્ડીનેટર મિતેશકુમાર પટેલ, ગામના તલાટી કમમંત્રીશ્રી, શાળાના આચાર્યશ્રી, સીઆરસી કો- ઓર્ડીનેટર અને BLOશ્રીએ ચુનાવ પાઠશાળા કાર્યક્રમ અંતર્ગત મતદાનનું મહત્વ સમજાવી જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યુ હતું.
આ સાથે જ મતદાન આમંત્રણ કાર્ડનું પણ વિતરણ કરી મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. BLO દ્વારા વિતરણ કરાયેલી મતદાર માહિતી કાપલીના વિતરણમાં પણ પ્રસંજિત કૌર (આઇએએસ) સાથે જોડાઈને સૌ મતદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.