ગુજરાત એલર્ટ । વલસાડ
ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તેમજ SVEEP નોડલ અધિકારી-વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ વલસાડની સી. બી. હાઈસ્કૂલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
અગાઉ ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણીમાં જ્યાં ૫૦ % કરતા ઓછું મતદાન થયુ હતું એવા મતદાન મથકો વલસાડ – ૪ અને વલસાડ – ૧૧ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. ૦૬/૦૪/૨૦૨૪ ના રોજ સી. બી. હાઈસ્કૂલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને SVEEP નોડલ અધિકારી ડી.બી. વસાવા, જિલ્લા એમ.આઈ.એસ. અંકુર પટેલ , હાલર પ્રાથમિક શાળાના આચાર્ય, સી. આર. સી. કો. ઑ એ ઉપસ્થિત રહી વલસાડ – ૪ અને વલસાડ – ૧૧ શહેરમાંથી ઉપસ્થિત રહેલા ૭૫ જેટલા મતદાર ભાઈઓ, બહેનો, વડીલોને વધુમાં વધુ મતદાન કરવા માટે ગામના મતદારો તા. ૭ મી મે ના રોજ મતદાન મથકે જાય એ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બી.એલ.ઓ., તથા સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતા.