ડાંગ જિલ્લામાં 311 ગામો આવેલા છે જેમાં આહવા અને વઘઇ નગરો ને બાદ કરતાં આ સમગ્ર ડાંગ જિલ્લાના ગામોમાં સ્મશાનભૂમિ ની વ્યવસ્થા નથી હજુ પણ લોકો નદીના પટમાં ખુલ્લા આકાશ નીચે ભર ચોમાસે વરસાદમાં પણ સ્વજનોની અંતિમ ક્રિયા કરે છે સ્મશાન ભૂમિમા સગડી ની વ્યવસ્થા ન હોવાના કારણે મૃતદેહને કે અગ્નિદાહ આપ્યા બાદ ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થઇ જતા વરસાદના લીધે અડધી ચિતા ઓલવાઈ જાય છે અને અગ્નિ દાહ નદીના પટમાં થતો હોય ઉપરવાસમાં ભારે વરસાદના લીધે નદીમાં પુર આવતા અડધા સળગેલા મડદાઓ નદીના પૂરમાં તણાઈ જવાના અને કિસ્સાઓ બન્યા છે ડાંગ જિલ્લાના લોકોમાં એવી માન્યતા છે કે ગામથી નદીના પેલી પાર મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે તો ગામને કોઈપણ જાતનું ભય રહેતો નથી જેથી મોટાભાગના ગામોમાં નદીનો પ્રવાહ ઓળગી નદીના પેલા કિનારે અંતિમ ક્રિયા થતી હોય છે ચોમાસા દરમિયાન આ સ્મશાન ભૂમિ પર જવા માટે રસ્તો નથી ડાઘુઓ ઠાઠડી સાથે નદીના પ્રવાહમાંથી ગળા સુધી પાણીમાંથી પસાર થઈ અંતિમ ક્રિયા માટે જાય છે ચોમાસા દરમિયાન નદી માં લપસણી થઈ ગઈ હોય કેટલીકવાર ડાઘુઓ ઠાઠડી સાથે સાથે પડી જતા લાશનો મલાજો જળવાતો નથી જાગૃત ગામના લોકોએ અનેક વાર જે તે ગ્રામપંચાયત તેમજ તાલુકા પંચાયતમાં સ્મશાનભૂમિમાં જવા માટે રસતો તેમજ સગડી સાથે સ્મશાનભૂમિ બનાવી આપવા માટે માંગણી કરવા છતાં હજુ સુધી ડાંગના અંતરિયાળ ગામોમાં સ્મશાનભૂમિ સુધી જવા માટે રસ્તો તેમજ સગડી સાથે સ્મશાનભૂમિ બનાવી નથી.
ઉપરોક્ત તસ્વીરમાં ડાંગ જિલ્લાના ભવાનદગડ ગ્રામ પંચાયત માં આવતા ખાપરી ગામે શીવાભાઈ ગમજી ભાઈ વાઘમારે ઉંમર 50 જેવો બીમારીના કારણે તેમનું મૃત્યુ થતા ગામના લોકો તેમની અંતિમ ક્રિયા માટે ખાપરી નદી ઓળંગી ગળા સુધી ડૂબી સ્મશાનભૂમિમાં જઈ રહ્યા છે તે દેખાઈ રહ્યો ગામની વસ્તી129