ગુજરાત એલર્ટ | ખેરગામ
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે. જે નિમિતે રન ફોર યુનિટી એકતા દોડનું પણ આયોજન થાય છે.
ખેરગામના જી. પં. માજી સભ્ય પ્રશાંતભાઈ પટેલ, ખેરગામના ઉપસરપંચ જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા ભાજપ યુવા પ્રમુખ ચેતનભાઈ પટેલ, સામાજીક અગ્રણી દિનેશભાઈ પટેલ, વાડ સહિતના આગેવાનો દ્વારા રન ફોર યુનિટી યોજાઈ હતી. જેમાં ખેરગામ પીએસઆઇ ડી. આર. પઢેરિયા સાથે પોલીસ સ્ટે. કર્મીઓ સાથે મોટી સંખ્યામાં યુવાનો રાષ્ટ્રીય એકતા દોડમાં શિયાળાના પ્રારંભની ઠંડી સવારે જોડાયા હતા.
બિરસા મુંડા વર્તુળ ખાતે ખેરગામ પો. મથકના પીએસઆઇ ધરમશી પઢેરિયાએ દોડવીરોને લીલી ઝડી બતાવી એકતાદોડને પ્રસ્થાન કરાવ્યું હતું. જે સીધી મહાત્મા ગાંધી સર્કલ દશેરા ટેકરી થઈ ડૉ.બાબાસાહેબ વર્તુળ પાસે સંપન્ન થઈ હતી.
એકતાદોડમાં પ્રથમ આવનાર મીરજભાઈ ઈશ્વરભાઈ (માળી) પટેલ, પોમાપાળને સ્પોર્ટ્સ શૂઝ વરિષ્ઠ તબીબ ડૉ ગુલાબભાઈના વરદહસ્તે, દ્વિતીય અક્ષયભાઈને તેમજ 10 વર્ષિય કુ. ભવ્યા અલ્પેશ ગજ્જરને ટ્રોફી મહાનુભાવોના હસ્તે આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
આ પ્રસંગે ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઇ, માજી ઈ.સરપંચ કાર્તિકભાઈ, જગદીશભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, આશિષ ચૌહાણ, ભૌતેશભાઈ કંસારા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.