ગુજરાત એલર્ટ । વલસાડ
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ બદલાતા સમયને અનુરૂપ, ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રદાન કરે છે. અહીં વિદ્યાર્થીઓના વિકાસ અર્થે અવારનવાર જુદા જુદા વર્કશોપ કરવામાં આવતા હોય છે. એવાજ એક ‘બિલ્ડિંગ યોર ઔન સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ’ નામના DIY (Do It Yourself) અભિગમનો ઉપયોગ કરીને વિજ્ઞાનમાં ઉભી થતી સમસ્યાઓના ઉકેલોની શોધ અંગે ૩ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અમેરિકાની નામાંકિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પી. એચ. ડી. કરતા સિદ્ધાર્થ દોશીએ આ વર્કશોપના પ્રશિક્ષક તરીકેની કામગીરી ખુબ સુંદર રીતે સંભાળી હતી. તેઓએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ કોલેજ ખરેખર અનોખી છે. તેઓ નવીનતા લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને વિદ્યાર્થીઓને ખીલવામાં મદદ કરી રહ્યા છે. માત્ર અભ્યાસક્રમને વળગી રહેવાને બદલે તેઓ ઇચ્છે છે કે વિદ્યાર્થીઓ પ્રયોગો કરે અને તેમાં ભૂલો સ્વીકારવાને અનુકૂળ વાતાવરણ પણ આપે છે.”
આ વર્કશોપે રસાયણશાસ્ત્ર, સૂક્ષ્મ જીવવિજ્ઞાન, વનસ્પતિ શાસ્ત્ર અને ગણિતના સ્નાતક તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓને પરંપરાગત વિચારસરણીમાંથી મુક્ત થવા તેમજ સર્જનાત્મક રીતે સાધનોની ડિઝાઇન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આત્મવિશ્વાસને ઉત્તેજન આપતા આ વોર્કશોપના માધ્યમથી વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કાર્યશીલ વૈજ્ઞાનિક સાધનો બનાવ્યા હતા.
વધુ માહિતી માટે મેહુલ ખોખાણી :98210 46603, ઉત્પલ મેહતા : 98200 66593 નો સંપર્ક કરી શકો છો.