ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, ઇ.એમ.આર.એસ, તેમજ સમાજ કલ્યાણ હસ્તકની તમામ માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા કાશીબા હરિભાઇ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત દ્વારા તા. ૨૨ ડિસેમ્બર સુધી “સ્વામી વિવેકાનંદ વકૃત્વ-લેખન સ્પર્ધા” યોજવામા આવનાર છે.
શૈક્ષણિક કાર્યને બાધ ન આવે તે રીતે શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ના વિધ્યાર્થીઓ માટે વકૃત્વ તેમજ લેખન સ્પર્ધા યોજવામા આવનાર છે. શાળા કક્ષાની સ્પર્ધા માટે ટ્રસ્ટ દ્વારા પુસ્તકો આપવામા આવનાર છે. તેમજ એક થી ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામા આવશે. સંકુલ કક્ષાએ પ્રથમ વિજેતા થનાર વિધ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધાના વિષયો તરીકે ૧) સ્વામી વિવેકાનંદ જીવન-કવન, ૨) સ્વામી વિવેકાનંદ પ્રેરણાસ્ત્રોત ૩) સ્વામિ વિવેકાનંદ આધ્યાત્મિક જગતની પવિત્ર વિચારાધારા રાખવામા આવેલ છે.
ડાંગ જિલ્લાની માધ્યમિક શાળાઓમા ત્રિસ્તરીય “સ્વામી વિવેકાનંદ વકૃત્વ-લેખન સ્પર્ધા” યોજાશે
