ઝરણ ગામની સીમમાં સોનગઢ-સુબીર કોરીડોર પર તોતીંગ વૃક્ષ વાહનચાલકો માટે જોખમી

ગુજરાત અલર્ટ । આહવા
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ઝરણ ગામની સીમમાંથી પસાર થતાં સોનગઢ-સુબીર કોરીડોર રસ્તાનું કામ ચાલી રહયું છે. આ રસ્તા પર રસ્તો પહોળો કરવાની કામગીરી કરી ડામર રસ્તાનું નવીનીકરણની કામ કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ રહયો છે. અને સ્ટેચ્યુ ઓફ યુનીટીથી સોનગઢ તેમજ સુબીરનું શબરીધામ અને સાપુતારાને જોડતો કોરીડોરનું કામ યુધ્ધનાં ધોરણે થઈ રહયો છે. કોરીડોર સાથે ડાંગનાં રસ્તાઓનું જોડાણ થતાં જ આ રસ્તાઓ પ્રવાસીઓનાં વાહનોથી ધમધમી ઊઠશે ત્યારે ઝરણ ગામની સીમમાં રસ્તા વચ્ચે જ અડીખમ તોતીંગ વૃક્ષ વળાંકમાં ઊભો હોવાં છતાં તે દુર નહી કરાતાં આ વૃક્ષનાં લીધે અકસ્માતોની મોકાણ ઊભી થશે.
સ્થાનીક વાહનચાલકોનાં જણાવ્યાં પ્રમાણે આ વૃક્ષ વાહનચાલકો માટે ખુબ જ જોખમી છે. તેને તરત જ દુર કરવામાં આવે તે જરૂરી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!