વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ ૧૧૨૦૧ કેસોનો નિકાલ, કુલ રૂ.૧૩,૭૪,૮૮,૫૩૯નું સમાધાન કરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકા અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અદાલતોમાં પેન્ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે, ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ-૨૧૩૨ કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્યા હતા.

સ્પેશ્યલ સીટીંગ ઓફ મેજીસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરી નિકાલ થઇ શકે તેવા ફોજદારી કેસો કુલ ૮૨૮૭ કેસો મુકવામાં આવ્યા હતા. બેન્ક-ફાયનાન્સ કંપનીનાં‌ વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ-૧૭,૨૯૫ પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા.

જે પૈકી લોક અદાલતમાં સમાધાન પાત્ર પેન્ડિંગ કેસો કુલ-૫૮૪ કેસો, સ્પેશ્યલ સીટીંગ કેસો કુલ-૫૯૪૩ અને પ્રિ-લીટીગેશનનાં કુલ-૪૬૭૪ મળી કુલ-૧૧,૨૦૧ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, આ કેસોમાં કુલ- રૂ. ૧૩,૭૪,૮૮,૫૩૯/- નું સમાધાન કરવામાં આવ્યું હતું.

આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો, તેમજ વકીલોએ ખુબ જ ઉત્સાહ પુર્વક ભાગ લઇ લોક અદાલતને સફળ બનાવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!