ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના પ્રતિભાશાળી રમતવીરો વલસાડનું નામ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરી શકે તેવા શુભ આશય સાથે વલસાડ તાલુકાના કાંપરી ગામના શ્રી સાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૧૬ થી ૧૮ ઓક્ટોબર ૨૦૨૩ સુધી રમત-ગમત મહોત્સવ ‘‘રણભૂમિ’’નું આયોજન કરવામાં આવ્યું છે.
વલસાડના અબ્રામા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સ્કૂલ અને વલસાડ તાલુકાના નંદાવલા હાઈવે પર સ્થિત મા રિસોર્ટમાં એથ્લેટીક્સ, બેડમિન્ટન, ચેસ, ક્રિકેટ, હોકી, કબડ્ડી, કરાટે, ખોખો, સ્વિમિંગ, રસ્સા ખેંચ અને વોલીબોલ રમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે https://ranbhumi.in વેબસાઈટ પર તા. ૧૩ ઓક્ટોબર ૨૦૨૩ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. અન્ડર ૧૪ થી લઈને ૬૦ વર્ષથી વધુ વયના સ્ત્રી-પુરૂષ રમતવીરો ભાગ લઈ શકશે. આ રમતોત્સવમાં વિજેતા થનાર રમતવીરોને વિનામૂલ્યે તાલીમ આપી રાષ્ટ્રીય કક્ષાએ રમાતા રમોત્સવ માટે તૈયાર કરવામાં આવશે. વધુ માહિતી માટે ચોથો માળ, સહકાર સદન, કચેરી રોડ, કોર્ટ બિલ્ડિંગ પાછળ, તા.જિ.વલસાડ ખાતે ટ્રસ્ટની ઓફિસમાં સંપર્ક કરી શકાશે એવુ અખબારી યાદીમાં જણાવાયું છે.