“ડાંગ જિલ્લા માં બેટી બચાવો, બેટી પઢાવો” થીમ અંતર્ગત સાપુતારા ઋતુંભરા કન્યા વિધ્યાલયમા સેમિનાર યોજાયો

ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આહવા તથા સમગ્ર શિક્ષા અભિયાનનાસંયુક્ત ઉપક્રમે “બેટી બચાવો, બેટી પઢાવો” થીમ અંતર્ગત સાપુતારા ઋતુંભરા કન્યા વિધ્યાલય ખાતે એક જાગૃતિ સેમીનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ સેમિનારમા કાનૂની સહાય કેન્દ્રના એડવોકેટ મિતેશભાઈ, રમેશભાઈ તેમજ શ્જયશ્રીબેન દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ -૨૦૧૩નાં કાયદાથી રક્ષણ કઇ રીતે મેળવી સકાય તેના અંગે શાળાની બાળકીઓને અને વિધ્યાલયના સ્ટાફને વાકેફ કરવામાં આવ્યા હતા.તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા ICE વિતરણ કરી, કચેરી દ્વારા ચાલતી બાબતોથી ઉપસ્થીત તમામ બાળકીઓ તેમજ સ્ટાફને વાકેફ કરવામાં આવ્યા હતા.
સાપુતારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુમિત્રાબેન અને તેમની “She-Team” દ્વારા બાળકોને લગતા “Pocso Act” વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ, તેમજ સાઇબર ક્રાઇમ વિસે, ગુડ ટચ બેડ ટચને અભિનય દ્વારા સમજાવામા આવ્યુ હતુ હતી. આ સાથે ૧૮૧ હેલ્પ લાઇન નંબર અને તેમની કામગીરીથી પણ બાળકોને વાકેફ કરાવ્યા હતા.
આ ઉપરાંત પોલીસના “સિટીઝન ફસ્ટ” પોર્ટલ વિશેની માહિતી અને પોલીસ વિભાગ દ્વારા ચલાવવામા આવતા સુરક્ષા સેતુ સોસાયટી વિષેની પણ માહીતી આપવામાં આવી હતી.
મહિલા અને બાળ અધીકારીની કચેરી દ્વારા ચાલતા સખી વન સ્ટૉપ સેન્ટરની કામગીરી અને સેન્ટર મહિલાઓને કઇ રીતે સહયોગી બને છે તેની પણ વિધ્યાર્થીનીઓને સમજ આપવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!