ગુજરાત એલર્ટ l આહવા
આહવા ખાતેની દીપદર્શન હાઇસ્કૂલ અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે એ.આર.ટી.ઓ. ડાંગના અધિકારીઓ દ્વારા, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૪ને અનુલક્ષીને માર્ગ સલામતી સેમીનારનું આયોજન કરવામા આવ્યુ હતું.
આ સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી માસની અગત્યતા, ડાંગ જિલ્લા તેમજ દેશમાં માર્ગ અકસ્માતની પરિસ્થિતી તથા સામાન્ય મોટર વાહન નિયમોની જાણકારી આપવામાં આપી હતી. તેમજ મોટર લાયસન્સ વગર વાહન ન ચલાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને “Good Samaritan Scheme” અને “Compensation to Victims of Hit and Run Motor Accident Scheme,2022” વિશે જાણકારી આપવામાં આવી હતી.
માર્ગ સલામતી સેમિનારમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે માર્ગ સલામતીને લગતી પ્રતિજ્ઞા લેવામા આવી હતી.