ગુજરાત અલર્ટ । આહવા
ગત તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ મહાલ ખાતે, લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહકાર અને અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત, સાયન્સ ઓન વ્હીલ પ્રોજેક્ટની ટીમ અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા શાળાકીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ વિજ્ઞાન મેળામા આશરે ૩૦ જેટલી કૃતિઓ રજુ કરવામા આવી હતી. જેમાં શાળાના ધોરણ ૯ નાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનનાં અગસ્ત્યનાં મોડેલ વિશેની રસપ્રદ માહિતી આપી હતી. તેમજ ધોરણ ૬ થી ૮ નાં વિધાર્થીઓ દ્વારા પણ વિજ્ઞાનને લગતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ વિજ્ઞાન મેળામા શાળાનાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.