ગુજરાત એલર્ટ । આહવા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આયોજિત મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે તારીખ ૪થી એપ્રિલના રોજ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્યમિક શાળા,આહવા ખાતે રંગોળી દોરવામાં આવી હતી.
જેમાં શાળાના ધોરણ-૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓએ આ રંગોળી કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહિં વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના સૂત્રો તેમજ જુદી જુદી થીમ આધારિત રંગોળીઓ દોરી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.
આહવાની સરકારી માધ્યમિક શાળા ખાતે મતદાન જાગૃતિ અર્થે રંગોળી દોરાઈ
