ગુજરાત એલર્ટ । વલસાડ
પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ હરીફોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે ક્વિઝ સ્પર્ધા રહી હતી, જેમાં કોલેજના ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
તેમાંથી દરેક ક્લાસમાંથી પસંદ કરેલા કુલ ૯૦ વિદ્યાર્થીઓને ફાઇનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. કુલ ૫૦ સવાલોના જવાબ ટેકનોલોજીની સાથે મોબાઈલ પર આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે આ ક્વિઝને રમ્યા હતા અને અંતે વિજેતા તરીકે એફ. વાય બી.કોમ.ના વિદ્યાર્થીઓ આયુષ પ્રજાપતિ, અર્પણ પટેલ અને ફેનીલ કોસંબીની ટીમ રહી હતી. બીજા ક્રમે નિકુંજ, મયંક અને ખુશીની ટીમ રહી હતી. ત્રીજા ક્રમે ટી. વાય. બી એસ સી ના હર્ષ, સંકેત અને તન્વી રહ્યા હતા.
વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપક નીરવ સુરતી દ્વારા કરવામાં આવ્યું હતું. ક્વિઝ માસ્ટર તરીકે ડો. દીપેશ શાહ દ્વારા સમગ્ર ક્વિઝ રમાડવામાં આવી હતી. સફળ આયોજન બદલ સોસાઈટીના પ્રમુખ હેમંત દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.