વલસાડ
વલસાડના તિથલ રોડ ઉપર કિરાણાની દુકાનમાં એક્સપાયરી ડેટવાળી છાશ વેચાતી હોવાની ગ્રાહકે કરેલી ફરિયાદ બાદ વલસાડના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દુકાન પર પહોંચી તપાસ કરી એક્સપાયરી ડેટવાળી છાશનો જથ્થો નાશ કરાવ્યો હતો.
ગતરોજ વલસાડના તિથલરોડ ઉપર પૂજા અભિષેક એપાર્ટમેન્ટમાં ભોંય તળિયે આવેલી અશોકભાઈ ભીમજીભાઇ ગજરાની ગજરા પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાનમાં એક્સપાયરી ડેટવાળી છાશ વેચાતી હોવાની ગ્રાહકે વલસાડના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં જાણ કરી હતી. જેમાં લેખિત ફરિયાદનું જણાવ્યાં બાદ મીડિયા અહેવાલ આવતા કાર્યવાહી હાથ ધરી હતી.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ આ કરિયાણાની દુકાનમાં જઈ દૂધ, દહીં, છાશ સહિતના જથ્થાની ચકાસણી કરી હતી. જેમાં મનાલી છાશની 5 થેલી એક્સપાયરી ડેટવાળી મળી આવી હતી. આ પાંચ થેલીઓ 05.01.23 સુધી જ વેચી શકાય તેમ હતી. તેમ છતાં આ દુકાનદાર એક્સપાયરી ડેટ વાળી છાશ વેચતા હતા. છાશનો જથ્થો નિયમ અનુસાર ફૂડ વિભાગે નાશ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બે ફૂડ સેફટી ઓફિસર લાંચમાં ઝડપાયા હતા.