ગુજરાત એલર્ટ l આહવા
તા. 26 મી નવેમ્બર 2023 ના દિને બંધારણ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના આહવા ખાતે સંવિધાન પાર્ક પર ભારતીય બંધારણીય લોક જાગૃતિ અભિયાન ડાંગ સમિતિ વતી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી કે હાલમાં સમગ્ર દેશ અને ગુજરાતમાં સત્તાપક્ષ દ્વારા સંવિધાન બદલવા અને તેને કમજોર કરવાના યેનકેન પ્રકારે પ્રયાસો ચાલી રહ્યા છે અને નાગરિકોના મૂળભૂત અધિકાર પર તરાપ મારી એક પક્ષીય શાસન વ્યવસ્થા ચલાવવા પ્રયાસો થઇ રહ્યા છે. માટે સૌ નાગરિકોએ સતર્ક રહેવાની ખૂબજ જરૂર છે. અને બંધારણનું મહત્વ અને તેની તાકાતને સમજવાની ખૂબ જરૂર છે. અને સામાન્યથી સામાન્ય લોકો સુધી તેની જાગૃતિ ઉભી થાય એ માટે સૌ જાગૃત નાગરિકો દ્વારા પ્રયાસો કરવાની ખૂબ જરૂર છે. આ દિવસે સુનિલ ગામીત, રોશન ગામીત, મહેશ આહિરે, રાકેશ પવાર, અવિનાશભાઈ, રાજેશ માળીસ, લક્ષ્મણ બાગુલ, નીતુસુદન પવાર, અમિત પવાર, અમિત ચૌધરી, વગેરે યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.