ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ખેડૂતોને શેરડી પાકનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અનુસૂચિત જાતિ તથા અનુ. જન જાતિના ખેડૂતોને પ્રોત્સાહક સહાય યોજના અંતર્ગત ઓનલાઈન અરજીઓ મેળવવા I-khedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેના પર તા. ૦૨/૧૧/૨૦૨૩ સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે છે. આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયેલ છે, જે ધ્યાને લઈ જિલ્લાના ખેડૂતો આ યોજનામાં લાભ મેળવવા માંગતા હોય તો સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. જે મુજબ ખેડૂતોને લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
શેરડીના પાકનું ઉત્પાદન વધારવા સહાય યોજનાનો લાભ લેવા પોર્ટલ ખુલ્લુ મુકાયું
