ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ રમજાનનગરી, કૈલાશ મંદિરની બાજુમાં, સુરેશ કુશ્વાહાની ચાલીમાં રહેતો ૧૩ વર્ષ ૫ માસનો સગીર મોહીત સુભાષ રાજભર(મૂળ રહે. – ગામ – તાજપુર, થાના – ડેહમા, તાલુકા – મુહમદાવાદ, જિ- ગાજીપુર, ઉત્તરપ્રદેશ) તા. ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૧૦-૩૦ વાગ્યા આસપાસ પોતાના ઘરની નજીકથી કોઈને કંઇ પણ કહ્યા વિના કશે જતા રહ્યા છે અથવા કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનું વાલીપણામાંથી અપહરણ કર્યું છે. જેમની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. ગુમ થનાર મોહીત પાતળો બાંધો, ઘઉંવર્ણ, મધ્યમ લાંબા વાળ અને આશરે ૪ ફૂટ ૬ ઈંચ ઉંચાઈ ધરાવે છે. તેણે ગુલાબી કલરનો વાદળી ડિઝાઈન તથા બ્લ્યુ ટપકાંવાળો લાંબી બાંયનો શર્ટ, કાળા કલરનો ટ્રેક પેન્ટ અને કાળા લાલ કલરના સેન્ડલ પહેરેલા હતા. તેઓ હિન્દી અને ભોજપુરી ભાષા જાણે છે. જો કોઇને આ સગીરની ભાળ મળે તો ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.