ગુજરાત એલર્ટ । વલસાડ
લોકશાહીના મહાપર્વમાં મહિલાની ભાગીદારી વધે તે માટે વલસાડ તાલુકાના દાંડી ગામમાં સખી મંડળની બહેનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મહેંદી સ્પર્ધા રાખવામાં આવી હતી.
ગામની બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ મતદાન જાગૃતિનો સંદેશ આપતી મહેંદી પાડી મતદાતાઓને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો.
સુંદર મહેંદી પાડનાર ૩ બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
જેમાં (૧)તમન્નાબેન ટંડેલ (૨)મયુરીબેન ડી.ટંડેલ અને (૩)અમિષાબેન યુ.પટેલનો સમાવેશ થાય છે.