ગુજરાત એલર્ટ । વલસાડ
તા. ૨ જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જંયતિ નિમિત્તે સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ અને શહેરી એમ સંયુક્ત રીતે તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ સુધી સ્વચ્છતા હી સેવા માસનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આજે તા. ૨૭ સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે ધરમપુરના બરૂમાળમાં ભાવભાવેશ્વર મંદિર, પંગારબારીમાં વિલ્સન હિલ, કપરાડા તાલુકાના બારપુડામાં શિવ ગુફા, કોલવેરા હિલ સ્ટેશન, પારડી તાલુકાના ઉદવાડામાં અગિયારી, કોલકમાં કાંકરેશ્વર મહાદેવ મંદિર, પલસાણામાં મહાદેવ મંદિર, ઉમરગામમાં નારગોલ સમુદ્ર કાંઠે, કલગામમાં હનુમાનજી મંદિર, વલસાડમાં ફલધરા જલારામ ધામ, તિથલ બીચ, ધમડાચી વૈષ્ણોદેવી મંદિર અને વાપી તાલુકામાં કુંતા તરક પારડીમાં કુંતેશ્વર મહાદેવ મંદિર અને મોરાઈના મહાલક્ષ્મી માતાજી મંદિર ખાતે સવારે ૧૦ કલાકે સામૂહિક સફાઈ અભિયાન, રેલી, સ્વચ્છતા શપથ અને સ્વચ્છતા જન જાગૃતિ માટે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.