વાપી ચલામા સ્પામા રેડ કરતા એક મેનેજર 4 યૂવતી અને ૩ ગ્રાહક ઝડપાયા

વાપી

વાપી :- વાપીમાં ચલા ખાતે શોપર્સ ગેટમાં આવેલ પીસલીલી સ્પા પાર્લરમાં વાપી ટાઉન પોલીસે બુધવારે બપોર બાદ રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન સ્પા ખુલ્લું રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર પીસલીલી સ્પા પાર્લરના મેનેજર, 4 યુવતીઓ અને 3 ગ્રાહકોની અટક કરી વાપી પોલીસ સ્ટેશને લાવી IPC કલમ 188 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાંથી વિગતો મળી હતી કે હાલમાં કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં છે. જે અનુસંધાને સ્પા-પાર્લર ખુલ્લા રાખવાની સખત મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં વાપી-દમણ રોડ પર ચલામાં શોપર્સ ગેટમાં આવેલ પીસલીલી સ્પા પાર્લર ખુલ્લું હોવાની અને ગ્રાહકો હોવાની બાતમી મળી હતી. આ બાતમી આધારે વાપી ટાઉન પોલીસે પીસલીલી સ્પા પાર્લરમાં રેઇડ કરી હતી.  જેમાં સ્પા નો મેનેજર કરણ કુમાર દાસ પીલ્લે તેમજ સ્પા માં કામ કરતી 19 વર્ષથી 27 વર્ષની 4 યુવતીઓ હાજર હતી. સ્પામાં 3 ગ્રાહકો નવસારીનો સુરેશ ગોંડલીયા, સેલવાસનો દેવેન્દ્રસિંગ અને દમણનો અરવિંદકુમાર શર્મા પણ હાજર હોય તમામની અટક કરી ટાઉન પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. પકડાયેલ તમામ ઈસમો વિરુદ્ધ ટાઉન પોલીસે વલસાડ જિલ્લા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલ જાહેરનામાના ભંગ બદલ IPC કલમ 188 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી જતી.  ઉલ્લેખનીય છે કે પીસલીલી સ્પા નામે ચાલતા પાર્લરવાળા કોમ્પ્લેક્ષમાં સપ્તાહ પહેલા પણ રેઇડ કરવામાં આવી હતી. જે વખતે અન્ય એક સ્પામાં કામ કરતી ત્રણેક મહિલા અને 2 ગ્રાહકોની અટક કરવામાં આવી હતી. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પણ યુવતીઓના કોમળ હાથથી મસાજની મજા માણવા વંઠેલ યુવાનો નવસારી, દમણ અને સેલવાસથી વાપીમાં ગોરખધંધા માટે નામચીન સ્પા કમ પાર્લરમાં મોજ માણવા આવી રહ્યા છે. જેને પોલીસ જેલની હવા ખવડાવી રહી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!