ગુજરાત એલર્ટ | વલસાડ
ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 સેમિનાર ધરમપુર અંતર્ગતતા.૦૪/૧૧/૨૦૨૩ ના રોજ પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, આઇ. ટી. આઇ. ધરમપુર ખાતે ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005 અંતર્ગત કાયદાકીય શિબીરનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કુલ ૨૧૭ લાભાર્થી હાજર રહ્યા હતા. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વલસાડના પેનલ એડવોકેટ કલ્પનાબેન દ્વારા મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વલસાડના કાઉન્સેલર દ્વારા PBSC વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ મહિલા પોલિસ સ્ટેશન વલસાડ ના PSI સી.ડી. ડામોર દ્વારા પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની મહિલાલક્ષી કાયદાઓ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ શ્રી કમલેશ ગીરાસે, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી વલસાડ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ જિલ્લા મહિલા અને બાળ વિભાગની મહિલાલક્ષી યોજનાઓનો પરિચય આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ પી. એ.વળવી દ્વારા ૧૮ વર્ષથી નાની વયના બાળકો માટેના કાયદાઓ સમજાવવામાં આવ્યા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન આર.દેસાઈ દ્વારા જેન્ડર ઇક્વાલિટી, પોકસો એક્ટ વિશે માહિતી આપેલ.
કાર્યક્રમમાં ધરમપુર તાલુકા પંચાયતના સભ્ય સુરેશભાઈ પટેલ, ધરમપુર ખેડૂત સંઘના સભ્ય સંજયભાઈ દેલકર, પ્રમુખ સ્વામી વોકશનલ ટ્રેનીંગ સેન્ટર આઇ.ટી.આઇ. ધરમપુરના સ્ટાફ, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વલસાડના કર્મચારી, જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વલસાડના કર્મચારી, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કીત વિતરણ પણ કરવામાં આવ્યું હતું.