ગુજરાત એલર્ટ । વલસાડ
વાપીની રોફેલ આર્ટસ કોલેજ ખાતે ઘરેલું હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય શિબિર યોજાઈ હતી.
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન આર.દેસાઈ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીના વિવિધ મળખાઓ વિશે તેમજ જેન્ડર ઇક્વાલિટી, મેરેજ પ્રિ-કાઉન્સેલિંગ અને પોસ્ટ-કાઉન્સેલિંગ શા માટે કરવું જોઈએ અને પોકસો એક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ દ્વારા જેન્ડર ઇક્વાલિટી વિશે તેમજ કોઈપણ પ્રકારની સમસ્યા આવે તો પોલીસ વિભાગ, કોર્ટ, “સખી” વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે લો ઓફિસર સુરેશ કથેરિયાએ મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપી હતી. વલસાડ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી.રાઠોડે પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની મહિલાલક્ષી કાયદાઓ અને SHE-ટીમની કામગીરી વિશે સંપૂર્ણ જાણકારી આપી હતી.
વલસાડ “સખી” વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. વલસાડના ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનના કાઉન્સિલર દ્વારા મહિલા અભયમ હેલ્પલાઇનની માહિતી આપવામાં આવી હતી. વાપીના પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર કાઉન્સિલર દ્વારા PBSC વિશે માહિતી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી કમલેશ ગીરાસે દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો, “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારી, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કર્મચારીઓ, વાપીના વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કર્મચારીઓ, વલસાડના ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન કર્મચારીઓ, વલસાડના જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કર્મચારીઓ, ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાપીની રોફેલ આર્ટસ કોલેજ પ્રોફેસર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.