ઉમરગામમાં “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” થીમ હેઠળ કિશોરી મેળો યોજાયો. વિવિધ વિભાગના અધિકારીઓએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસની કચેરી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, દ્વારા ઉમરગામ કન્યા શાળા ખાતે “સશક્ત દીકરી, સુપોષિત ગુજરાત” કિશોરી મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૬૨ લાભાર્થી હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં પ્રોગ્રામ બાળ વિકાસ અધિકારી વંદિતાબેને સ્વાગત પ્રવચન કર્યુ હતું. પેનલ એડવોકેટ એસ.જી. દુબળાએ કાયદાકીય માહિતી આપી હતી. વલસાડ સેલ્ફ ડિફેન્સ એસોસિએશન કરાટે ટીચર રાજેશભાઈ દ્વારા વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સ માટેની તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈએ મહિલા બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાઓ વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, સખી વન સ્ટોપ સેન્ટર યોજના, નારી સંરક્ષણ ગૃહ, ૧૮૧ મહિલા અભયમ યોજના, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ની માહિતી આપી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી કમલેશભાઈ ગિરાસેએ વિવિધ યોજનાકીય માહિતી આપી હતી. પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષણલક્ષી માહિતી આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. હેતલબેન દ્વારા વિવિધ આરોગ્ય વિભાગની યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. પીએસઆઇ સી.ડી. ડામોરે પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રકારની મહિલાલક્ષી કાયદાઓ વિશે સંપૂર્ણ જાણકારી આપી હતી. વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર અવેરનેસની માહિતી આપી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ધનસુખભાઈ દ્વારા બાળકો માટેના કાયદાકીય વિસ્તૃત માહિતી આપી હતી. નવશક્તિ આદિવાસી ટ્રસ્ટના પ્રમુખ ગીતાબેન દ્વારા વિવિધ સરકારી યોજનાનો સમયસર લાભ મેળવવા માટે લોકોને જાગૃતિ લાવવા માટે કાળજી રાખવા માર્ગદર્શન આપ્યું હતું. ઉમરગામ કન્યા શાળાના પ્રિન્સિપાલ માલતીબેન દ્વારા PM E વિદ્યા એપ્લિકેશન વિશે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓ, વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ, પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર કર્મચારીઓ, સખી વન સ્ટોપ સેન્ટર કર્મચારીઓ, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન કર્મચારીઓ, ઉમરગામ કન્યા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓ, પુર્ણા કનસલટન્ટ મુમુક્ષાબેન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી વાપી કેન્દ્ર સંચાલક હંસાબેન, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી ઉમરગામ કેન્દ્ર સંચાલક ભૂમિબેન, વલસાડ સેલ્ફ ડિફેન્સ એસોસિએશન કરાટે ટીચર રાજેશભાઈ, મહિલા સી.ટી. પોલીસ વલસાડ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, કિશોરીઓ હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!