ગુજરાત એલર્ટ । ખેરગામ
તા. ૨૭-૧૦-૨૩ / શુક્રવારે પણ.પૂ. બ્રહ્મલીન મહામંડલેશ્વર સ્વામી શ્રી દયાનંદ વેદ પાઠીજી મહારાજ-નર્મદા તટ ચાણોદનો નવમો નિર્વાણ મહોત્સવ અને એમના પટ્ટશિષ્ય પ.પૂ. સ્વામી શ્રી શૈલેષાનંદ સ્વામીજીનો મહામંડલેશ્વર પદવીનો પટ્ટાભિષેક સમારોહ શ્રી તીર્થ ગુપ્તેશ્વર મહાદેવ સંકુલના પ્રાંગણમાં ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાયો જેમાં વલસાડ નવસારી જિલ્લાના અનેક સનાતન ભક્તોએ ભાગ લીધો હતો. આ સમારોહમાં અનેક સંતો મહંતો મહામંડલેશ્વર ઉપસ્થિત રહ્યા હતા.
ભક્તિ કાર્યક્રમની શરૂઆત સવારે દિલીપભાઈ નાન્ધઈના નિવાસસ્થાનેથી ભવ્ય શોભા યાત્રા દ્વારા સાધુ-સંતો અને ભક્તો ડીજેના તાલ સાથે ભજન ધૂન ગાતા ગાતા શ્રી ગુપ્તેશ્વર ના પ્રાંગણમાં પધાર્યા હતા. સમારંભના મંચ પર બધા જ અખાડાના પંચો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્વામી શ્રી શૈલેષાનંદનો ૧૦૦૮ મહા મંડલેશ્વરની પદવી અર્પણ કરવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ સંતો મહંતો ભક્તોએ સ્વામી શૈલેષાનંદજીને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શૈલેષાનંદજીએ આચાર્ય મહામંડલેશ્વર રાજગુરુ સ્વામી વિશોકાનંદ સ્વામીજી મહારાજે સમગ્ર સમારંભનું સંચાલન કર્યું હતું, શ્રી શૈલેષાનંદજી એ ઉપસ્થિત અનેક મહામંડલેશ્વરોના આશીર્વાદ લઇ સૌને એમની અમૃતવાણી નો લાભ આપી સત્સંગની વર્ષા કરી હતી.
મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાાનંદજી સરસ્વતી બરુમાળ, મહામંડલેશ્વર સ્વામી શ્રી જય કિશન ગીરીજી મહારાજ વૃંદાવન, સ્વામી શ્રી ચિદમ્બરાનંદજી મહારાજ મુંબઈ, સ્વામી શ્રી ગીરીધર ગિરીજી મહારાજ હરિદ્વાર, સવિકાનંદજી મહારાજ ત્રમ્બકેશ્વર તથા અનેક અખાડાના ૨૭ જેટલા સંતો મહંતો પ્રયાગરાજ મુંબઈ રાજસ્થાન સિધ્ધપુર પાટણ દેહરાદુન દિલ્હી અમદાવાદ વિગેરે શ્રી તીર્થોથી અત્રે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.