વલસાડ
વલસાડ નજીક ના ડુંગરી રોલા ગામે હાઇવે ઉપર આવેલી શ્રીસોલ કંપનીમાં આજરોજ સવારે અચાનક આગ લાગી જતા કંપનીમાં ભારે દોડધામ મચી ગઇ હતી જેથી આગને કાબૂમાં લેવા માટે વલસાડ વાપી પારડી બીલીમોરા થી ફાયર ફાઈટર ને બોલાવ્યા હતા ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી જ્યારે આગમાં કંપનીના દસ્તાવેજો તથા કોમ્પ્યુટર બળીને ખાખ થયા હતા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ નજીકના ડુંગરી ગામે હાઇવે ઉપર આવેલી અમેરિકન પીકોડ પ્રાઈવેટ લિમિટેડ કંપની (શ્રીસોલ કંપની ) આજરોજ સવારે અચાનક કંપનીની ઓફિસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી જતા કંપનીમાં ભારે દોડધામ મચી ગઇ હતી જેથી કંપનીના સંચાલકે તાત્કાલિક ડુંગરી પોલીસ તથા વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પણ આગ વધુ લાઞી હોય જેથી પારડી વાપી અને બીલીમોરા થી ફાયર બિગેડ બોલાવ્યા હતા અને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જ્યારે આગના કારણે કંપનીના જરૂરી દસ્તાવેજો અને કંપનીના હિસાબ-કિતાબ પેમેન્ટ ખરીદ-વેચાણના દસ્તાવેજો તથા કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક કંપનીના સર્વર ઓફિસનો ફર્નિચર મટીરીયલ તેમજ ચેક કરવાના લેબ ના સાધનો કંપની નું વાયરીંગ બરીને ખાખ થઇ ગયા હતા આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું જે અંગેની ફરિયાદ કંપનીના મેનેજર વલસાડ હાલર રહેતા વિનોદ શ્રીકાંત ભાઈ તિવારીએ ડુંગરી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે