ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુર નગરપાલિકા અને વલસાડના નવરંગ ગ્રૃપ દ્વારા વલસાડ તાલુકાના વાંકલ ગામમાં શ્રીરામધામ આશ્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધરમપુરના ૧૦૦ બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
નવરંગ ગૃપના ડાયરેક્ટર શૈલેષભાઈ જૈને માતાજીના ભજનોની સૂરાવલી વહેડાવતા સમગ્ર પંથક ભકિતના રંગે રંગાયો હતો. ભક્તોએ ૧૦૮ દિવડાની મા હરસિધ્ધિની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે ગામના સરપંચ ચંદ્રસિંહ દેસાઈ, ક્રિષ્નાબેન મેહુલસિંહ ઠાકોર અને ઉર્વશીબેન કે. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનાબેન વિનોદભાઈ પટેલ, કાજલ કપિલભાઈ સોલંકી, પ્રકાશ પરમાર, ભરત જોશી, ભરત દેસાઈ, ભીખુ વિઠ્ઠલભાઈ, અજીજ વિઠ્ઠલભાઈ અને પ્રકાશ ચૌધરીએ ભારે જહેમત ઉઠાવી હતી.