ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક મળી હતી. જેમાં વલસાડ, કપરાડા અને ઉમરગામના ધારાસભ્યશ્રીઓએ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની રજૂઆત કરી હતી.
ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી અને વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી.
ભાગ – ૨ ની બેઠકમાં આગામી ૨૬મી જાન્યુઆરીની ઉજવણી અને વિકસિત ભારત- ૨૦૪૭ના વિઝન માટે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કર્યુ હતું. આ સિવાય નિવૃત્ત થયેલા અને અવસાન પામેલા કર્મચારીઓના પેન્શન કેસ અને આગામી ૨૪ માસમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્હા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયા, જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલ, ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષક નિશા રાજ અને દક્ષિણ વન વિભાગના નાયબ વન સરંક્ષક ઋુષિરાજ પુવાર સહિત વિવિધ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.