ગુજરાત એલર્ટ । વલસાડ
ગોધરાથી ટ્રક નં. જીજે-૧૬-એવી-૮૮૧૮માં રેતી ભરી ડ્રાઈવર અરવિંદ લક્ષ્મણભાઈ બારીયા પોતાની સાથે ક્લિનર મહેન્દ્ર શનાભાઈ ગોહિલ (ઉ.વ.૪૮, રહે. ખડકી, મહાદેવની મુવાડી, સુથાર ફળિયા, તા.કલોલ, જિ.પંચમહાલ) સાથે વાપી જીઆઈડીસીની હર્ષ એન્ટરપ્રાઈઝ કંપનીમાં તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ રેતી ખાલી કરવા માટે આવ્યા હતા. પરંતુ તે દિવસે રેતી ભરેલી ટ્રક ખાલી ન થતા બંને જણાએ ટ્રકમાં જ રાત્રિ રોકાણ કર્યુ હતું. બીજા દિવસે તા. ૧૭ સપ્ટેમ્બર ના રોજ ગાડી ખાલી કરતા હતા ત્યારે સાંજે ૪ કલાકે મહેન્દ્રભાઈ ડ્રાઈવર અરવિંદભાઈને બીડી લેવા જાઉ છુ એમ કહી તેમની પાસેથી રૂ. ૨૦ લઈને નીકળ્યા હતા. જેઓ પરત ન ફરતા શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી અરવિંદ બારીયાએ ક્લિનર મહેન્દ્ર ગોહિલ ગુમ થયાની જાણ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી. ગુમ થનાર મહેન્દ્ર ઘઉં વર્ણ, ઉંચાઈ પાંચ ફૂટ પાંચ ઈંચ અને પાતળો બાંધો ધરાવે છે. જેમણે ગ્રે તથા સફેદ આડા પટ્ટા વાળી કોલર વાળી ટી શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેર્યુ હતું. જેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જે કોઈને પણ તેમની ભાળ મળે તો વાપી ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.