ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના ગુજરાત યોગાસના સ્પોર્ટસ એસોસિએશનના નેતૃત્વ હેઠળ વલસાડ યોગાસના સ્પોર્ટસ એસોસિએશન દ્વારા યોગાસના સ્પોર્ટસ ચેમ્પિયનશીપ-૨૦૨૪નું આયોજન વલસાડ તાલુકાના નંદાવલા ગામમાં સ્થિત મા રિસોર્ટમાં કરવામાં આવ્યુ હતુ.
જેમાં અલગ અલગ કેટેગરી પૈકી અંડર ૧૭ કેટેગરીમાં કૃણાલ યાદવે આર્ટીસ્ટીક યોગામાં ગોલ્ડ મેડલ અને પારંપારિક યોગામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
જ્યારે અંડર ૧૪ કેટેગરીમાં કાવ્યા યાદવે આર્ટિસ્ટીક યોગામાં ગોલ્ડ અને પારંપરિક યોગામાં સિલ્વર મેડલ મેળવી વિજેતા બની વલસાડ તાલુકાનું કોસંબા ગામનું નામ રોશન કર્યુ હતું.
બંને રમતવીરોએ યોગ કોચ ચાંગુના સુર્વાસે પાસે તાલીમ મેળવી યોગસના સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં સિધ્ધિ મેળવી હતી. જે બદલ બંને વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યામાં આવ્યા હતા.