ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડની શાહ એન. એચ. કોમર્સ કોલેજ સંચાલિત કમ્પ્યુટર સેન્ટરમાં અભ્યાસ કરતાં ૫૦ વિદ્યાર્થીઓએ CCC તથા Accounts Assistant કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરતાં સર્ટીફિકેટ વિતરણનો કાર્યક્રમ મલ્ટી એક્ટીવીટી હોલમાં યોજાયો હતો.
આ પ્રસંગે પ્રિ.ડો. ગીરીશકુમાર રાણાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી આશીર્વચન પાઠવ્યા હતા. મુખ્ય મહેમાન એડવોકેટ અલ્પેશભાઈ ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, Accounts Assistant કોર્ષ કર્યા પછી CA under ટ્રેનિંગ લેવી પણ ખૂબ જરૂરી છે. જેથી તમે તમારા નોલેજમાં વધારો કરી શકો. આ ઉપરાંત પ્રોફેશનલ લાઈફમાં મહત્વની માહિતીને જીવનના ઉદાહરણો દ્વારા સમજાવી હતી. કાર્યક્રમના સંચાલક હેલીબેન પાઠકે વર્ષ દરમિયાનની માહિતી ઉપરાંત વિદ્યાર્થીઓની પ્રગતિ અંગે અહેવાલ પાઠવી કમ્પ્યુટર સેન્ટરની ઉપલબ્ધતા માટે પોતાનો સહયોગ હરહંમેશ રહેશે એમ જણાવી અન્ય પણ અનેક પ્રકારના કોર્સીસ કોમ્પ્યુટર સેન્ટર ઓફર કરે છે તેની માહિતી આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન કમ્યુટરના વિવિધ પ્રકારના કોર્સના તાલીમાર્થી વિદ્યાર્થીઓએ જુદા જુદા કોર્સથી તેમને ફાયદો થયો છે અને તેમના શૈક્ષણિક અને અન્ય પ્રકારના વિકાસમાં કમ્પ્યુટર કોર્સનું વિશેષ યોગદાન રહેશે તેવું સ્વીકાર્યું હતું. કાર્યક્રમનું સંચાલન તેમજ સેન્ટરની વિવિધ ઉપયોગી માહિતી કમ્પ્યુટર સેન્ટર હેડ હેલીબેન પાઠકે પૂરી પાડી આભારવિધિ કરી હતી.