ગુજરાત એલર્ટ । આહવા
ડાંગ જિલ્લાના એસ્પીરેશનલ તાલુકા સુબીરમા, મામલતદાર કચેરી ખાતે ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જી.તબિયારના અધ્યક્ષ સ્થાને કેશ ક્રેડીટ કેમ્પ યોજવામા આવ્યો હતો.
સુબિર ખાતે યોજાયેલ આ કેશ ક્રેડીટ કેમ્પમાં કુલ ૮૬ જૂથોને રૂ.૧૨૯ લાખ કેશ ક્રેડીટ ધિરાણ આપવામા આવ્યુ હતુ. તેમજ કેશ ક્રેડીટ કેમ્પમાં સ્ટેજ તેમજ પેટા સ્ટેજ પર લોન કેશ ચેકોનુ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ.
કેશ ક્રેડીટ અંતર્ગત સારી કામગીરી કરનાર બે કલસ્ટર કો ઓર્ડીનેટર તથા એક બેંન્ક સખીને કેમ્પ દરમિયાન પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવી હતી. આ ઉપરાંત પશુપાલન વિભાગમાંથી જુથની કુલ ૧૬ બહેનોને ગાય ખરીદી યોજના અંતર્ગત રૂ.૨૫,૦૦૦ ની સહાયના મંજુરી આદેશ એનાયત કરવામા આવ્યા હતા.
આ કેમ્પમા સુબિર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રધુનાથ સાવળે, જીએલપીસીના જનરલ મેનેજર ઓમદેવસિંહ ચુડાસમા, લીડ બેંન્ક મેનેજર સજલ મેઠ્ઠા, બેંન્ક મેનેજર, તાલુકા વિકાસ અધિકારી પુનમ ડામોર ઉપસ્થિત રહ્યા હતા.