પ્રથમ બાળકે માત્ર બાર મિનીટમાં જ જન્મ લીધો હતો
લંડન: દરેક મહિલા માટે મા બનવાનો અહેસાસ ખાસ હોય છે. કારણ કે પ્રસૃતિ દર્દ ખુબ પીડાદાયક હોય છે અને તેને સહન કરવાનું દુઃખ એક માતા જ સહન કરીશકે છે. પરતું બ્રિટેનની એક મહિલા કદાચ આ બધામાંથી પર છે.તેમને પોતાના બાળકને માત્ર ૨૭ સેકન્ડમાં જ જન્મ આપ્યો છે. એટલુ જ નહીં તેને પ્રસૃતિ થવાના સમય પહેલા ડિલીવરી થવાનો રેકોર્ડ પણ કર્યો છે. બ્રિટનની સોફી બગ દુનિયાની સૈાથી કિસ્મતવાળી છે કે જેને પ્રસૃતિનો દુખાવો સહન નથી કરવો પડતો. સોફી બગ ૩૮ સપ્તાહથી પ્રેગ્નેટ હતી.
મોડીરાત્રે ટોયલેટ કરવા બાથરૂમમાં ગઇ અને ત્યાં જ ટોયલેટ કરવાની જગ્યાએ બાળકને જન્મ આપ્યો હતો. સોફીનું બાળક માત્ર ૨૭ સેકન્ડમાં બહાર આવી ગયુ. સોફીએ જણાવ્યું હતું કે ફોન પર તેના મિત્ર સાથે મેસેજ પર વાત કરતી હતી તેને સારૂ ફિલ ના થતા ફોન મૂકીને બાથરૂમમાં ગઇ, ત્યાં કોઇપણ પીડા વગર તેણે બાળકને જન્મ આપ્યો હતો.સોફીનો પતિ ક્રિસી પણ આ ઘટનાથી અચંબીત થઇ ગયો હતો. બાથરૂમમાં જયારે સોફીએ પોતાના બે પગ વચ્ચે બાળકનું માથુ જોયું તો તેને પોતાના પતિને બુમ પાડી.
ક્રિસીએ પોતાના બાળકને બહાર ખેંચ્યુ અને પત્ની સોફી, બાળક અને માતાને લઇને તત્કાલ હોસ્પિટલ પહોંચ્યો જયાં ડોકટરે બાળક અને સોફીને સ્વસ્થ બતાવ્યા. ઉલ્લેખનીય છે કે સોફી આ પહેલા પણ બે બાળકોને જન્મ આપી ચુકી છે. પરંતુ આ તેની સૌથી ઝડપી ડિલીવરી હતી. તેના પ્રથમ બાળકે માત્ર બાર મિનીટમાં જ જન્મ લીધો હતો.