ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તિથલ રોડ શાંતિ નગર સ્થિત ઇન્કમટેક્સ ઓફિસ ખાતે, રક્તદાન કેન્દ્ર વલસાડ અને CBDT દ્વારા શરૂ કરાયેલા રક્તદાન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગ રૂપે, વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી વલસાડ આવકવેરા કચેરી, પલક આર્કેડ અને નવસારી આવકવેરા કચેરી ખાતે 21.02.2025 ના રોજ પ્રિ. CIT વલસાડના કાર્યક્ષેત્ર હેઠળ રક્તદાન શિબિરનું આયોજન સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. આ પહેલમાં સ્ટાફ/અધિકારીઓ અને સામાન્ય જનતાએ સક્રિયપણે ભાગ લીધો હતો.
શ્રી યુ. બી. મિશ્રા, પ્રિ. CIT વલસાડ અને શ્રી અજય સોનેજી, JCIT, નવસારી ના સક્ષમ નેતૃત્વ હેઠળ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન, વલસાડ અને નવસારી મળી આશરે 78 લોકોએ રક્તદાન કર્યું હતું. શ્રી યેઝદી ઇટાલીયાજી ચેરમેન વલસાડ રક્ત કેન્દ્ર અને ડૉ. કમલ પટેલ, એમ. ડી. એ શિબિરનું નિરીક્ષણ કરી સ્ટાફને રક્તદાન અંગેના ભય/ગેરસમજને દૂર કરવા માટે વિગતવાર સમજણ અને માહિતી આપી હતી.